નવી દિલ્હી : બે દિવસ સુધી કિંમત સ્થિર રહ્યા પછી ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉછાળ આવ્યો છે. આજે પેટ્રોલ 7 પૈસા અને ડીઝલ 5 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. છેલ્લે 16 જૂને પેટ્રોલ અને 20 જૂને ડીઝલ સસ્તુ થયું હતું. આ પછી કિંમત સ્થિર રહી છે અથવા તો એમાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.12 રૂપિયા અને ડીઝલની કિંમત 63.95 રૂપિયા છે. મુંબમાં પેટ્રોલ 75.82 રૂપિયા અને ડીઝલ 67.05 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 72.38 રૂપિયા અને ડીઝલ 65.87 રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલ 72.84 રૂપિયા અને ડીઝલ 67.64 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.09 રૂપિયા અને ડીઝલ 63.42 રૂપિયા તેમજ ગુરુગ્રામમાં પેટ્રોલ 70.61 રૂપિયા અને ડીઝલ 63.51 રૂપિયા પ્રતિ લીટર છે.


શહેરના નામ    પેટ્રોલ/લીટર    ડીઝલ/લીટર


  • દિલ્હી    ₹70.12    ₹63.95

  • મુંબઈ    ₹75.82    ₹67.05

  • કોલકાતા    ₹72.38    ₹65.87

  • ચેન્નાઇ    ₹72.84    ₹67.64

  • નોઇડા    ₹70.09    ₹63.42

  • ગુરુગ્રામ    ₹70.61    ₹63.51


બેંકમાં ખાતું છે? તો તૈયાર થઈ જાઓ 1 જુલાઈથી આવી રહેલા આ  બદલાવ માટે 


હવે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ વધારે સસ્તુ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે હવે પેટ્રોલિયમને પણ GSTના ક્ષેત્રમાં લાવવામાં આવશે. આના કારણે એની કિંમતમાં ભારે ઘટાડો થઈ શકે છે. આ સિવાય ઇરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન ઘટવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત સ્થિર થયેલી રહે છે. હવે એમાં ધીમેધીમે ઘટાડો થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી યુદ્ધની આશંકાને કારણે કાચા તેલની કિંમત વધવા લાગી હતી. 


બિઝનેસના સમાચારના જાણવા માટે કરો ક્લિક...